મુળી તાલુકા ના દુધઈ ગામે શ્રી વડવાળા મંદિર માં ભવ્ય ગુરૂપુર્ણીમા મહોત્સવ ઉજવાયો. જુદા જુદા વિસ્તારમાંથી રબારી સમાજના ભક્તો એ ગુરુગાદીએ મહંત શ્રી રામબાલકદાસ બાપુના આશિર્વાદલીધા હતા. મહંતશ્રીએ સમાજના નાના બાળકોને ગુરુમંત્ર આપીને આશિર્વાદ આપ્યા હતા.
આ ઉત્સવમાં ભવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આ ઉત્સવમાં ભાવ પૂર્વક ભાગ લઇને ગુરુશ્રી ના આશીર્વાદ લીધા હતા.
આ ઉત્સવ દર ગુરૂપુર્ણીમાં ના દિવસે વડવાળા મંદિર માં ઉજવાય છે. આ ઉત્સવમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટીપડે છે. અને સમાજના નાના બાળકોના વડવાળા મંદિર ના મહંતને ગુરુ કરવામાં આવે છે, અને મહંતશ્રીના આશિર્વાદ લેવામાં આવે છે.
આ ઉત્સવ માં ગુજરાત ભાર માંથી સમાજના આગેવાનો તથા ભક્તો ગુરુગાદીએ આશિર્વાદ લેવા આવે છે.
||__गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवा महेश्वरा_________||||__गुरु साक्षात् परः ब्रह्मा तत्समय श्री गुरुदेव नमः __||
અજ્ઞાન રૂપી અંધકારથી
અંધ બનેલી મારી આંખોમાં
જેણે જ્ઞાનની સળી વડે
જ્ઞાનનો સુરમો આંજ્યો
અને મારી આંખોને દેખતી કરી
તે ગુરુ ને હું નમસ્કાર કરું છું…………….
No comments:
Post a Comment