About Me

સુવિચાર

1. ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે.... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર
એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

2. વિજ્ઞાન કહે છે કે જીભ પર થયેલી ઇજા ઝડપથી મટે છે,જ્યારે જ્ઞાન કહે છે કે
જીભથી થયેલી ઇજા ક્યારેય મટતી નથી.!!!

Saturday, April 2, 2011

દ્વારકામાં અષ્ટ મહાલક્ષ્મી યજ્ઞા તથા ભાગવત સપ્તાહનું આયોજન-કાંકરેજના ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ- વાતમા પરિવાર દ્વારા






જામનગર જિલ્લાનું યાત્રાધામ દ્વારકા વિશ્વશાંતિના અભિયાન માટે નિમિત બને અને ગુજરાતમાં એકતા, શાંતિ, ભાઈચારો, સમૃધ્ધિ કાયમી જળવાઈ રહે તે માટે મહાલક્ષ્મી યજ્ઞા, ભાગવત સપ્તાહ તથા ગીતાના ૧૮ હજાર શ્લોકોના પઠન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કાંકરેજના ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ- વાતમા પરિવાર દ્વારા ૧૦૮ કુંડી મહાલક્ષ્મી યજ્ઞા, ભાગવત સપ્તાહ તથા ભાગવત ગીતાના ૧૮૦૦૦ શ્લોકોના પઠન સહિતના ર્ધાિમક કાર્યક્રમોનું તા.૪-૪થી તા.૧ર-૪ સુધી એનડીએચ હાઈસ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હિમાલયના સિધ્ધ મહાપુરૃષ પાયલોટ બાબા ઉપસ્થિત રહેશે. અષ્ટ મહાલક્ષ્મી યજ્ઞા સવારે ૯ થી સાંજના પ વાગ્યા સુધી યોજાશે. તેમજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ભગવત ગીતાના ૧૮ હજાર શ્લોકોનું યજ્ઞોશભાઈ શાસ્ત્રી પઠન કરાવશે. આ ઉપરાંત વ્યાસપીઠ ઉપર શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી બિરાજી બપોરે ૩ થી ૭ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.આ પ્રસંગે રાત્રીના સમયે લોકડાયરો, સંતવાણી, ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.