About Me

સુવિચાર

1. ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે.... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર
એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

2. વિજ્ઞાન કહે છે કે જીભ પર થયેલી ઇજા ઝડપથી મટે છે,જ્યારે જ્ઞાન કહે છે કે
જીભથી થયેલી ઇજા ક્યારેય મટતી નથી.!!!

Saturday, September 4, 2010

ડાકોર વાળા રણછોડજી ભગવાન નો ઇતિહાસ


પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., નડિયાદથી ૩૮ અને આણંદથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે.

ડાકોર ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્ર ગણાય છે. શેઢી નદીના કાંઠે વસેલા ડાકોરમાં ચારધામની યાત્રા બાદ રાજા રણછોડરાયનાં દર્શન કરવાનો મહિમા છે, ત્યાં સુધી ચારધામની યાત્રા અધૂરી ગણાય છે. વિક્રમ સંવત ૧૨૧૨ કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું.

ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અર્થાત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ અપભ્રંસ થઈને રણ છોડીને ભાગ્યા હોવાના કારણે પણ ‘રણછોડ’ કહેવાયા હોવાનું સૌ માને છે.

ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂ. એક લાખના ખર્ચે ઈ.સ. ૧૭૭૨માં બંધાવ્યું છે. આ મંદિર ૧૬૮ ફૂટ બાય ૧૫૧ ફૂટની ચોરસ બેસણી આકારનું, બાર રાશિ પ્રમાણે પગથિયાં સાથે બાંધેલું છે. જેને આઠ ગુંબજ અને ૨૪ મિનારા છે. સૌથી ઊંચો મિનારો ૯૦ ફૂટનો છે. આ મિનારાઓ સોનાથી મઢેલા છે.

મંદિરના પ્રવેશદ્વારે બંને બાજુ પાંચ માળની ૫૦ ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે. જેના મિનારા પણ સોનાના વરખથી મઢેલા છે. દીપમાળાઓમાં ૮૦૦ દીવાઓ એકસાથે પ્રગટાવી શકાય છે. આ મંદિરમાં રાજા રણછોડરાયની ચાર હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા છે. મંદિરમાં અનેક ઉત્સવો ઊજવાય છે. દર પૂનમે જાણે મેળા જેવો માહોલ સર્જાય છે.

પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., નડિયાદથી ૩૮ અને આણંદથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે. આ સમગ્ર વિસ્તાર કેસૂડા (ખાખરા)થી છવાયેલો હતો.

વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે ક્ષત્રિય બોડાણા હતા. વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરીને જીવન વિતાવતાં હતાં. આ દંપતીએ દ્વારિકા જતાં પગપાળા સંઘ સાથે દ્વારિકા જવાની પ્રેરણા લઈને દ્વારિકા ગયાં.

દ્વારિકાનાથની દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યાં. પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુનાં રત્નજડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારિકા જવું.

ભક્ત બોડાણો જિંદગીનાં ૭૦ વર્ષ સુધી સતત દ્વારિકા ગયા. ઘડપણમાં અસહાય બનતા પ્રભુને પ્રાર્થના કરી કે, હે દ્વારિકાધીશ ! હવે પગ કામ આપતાં નથી. આ મારો છેલ્લો ફેરો છે.

અંત સમયે દર્શન આપવા આવજો તેવી વિનંતી કરી ત્યારે ભગવાન સ્વયં બોડાણો જ્યાં સૂતો હતો ત્યાં આવ્યા અને દર્શન આપીને બોલ્યા ‘બોડાણા, તારી શ્રદ્ધાભક્તિથી પ્રસન્ન થયો છું. હવે તારે અહીં આવવું પડશે નહીં. આવતા વર્ષે હું જ તારા ગામે આવીશ. તું ગાડું લઈને આવજે. બોડાણો વેલ જોડીને બીજા વર્ષે દ્વારિકા ગયો અને પ્રભુ સ્વયં ગાડામાં બેસી ડાકોરમાં પધાર્યા. એ શ્રદ્ધા અને ભકતની અપાર ભક્તિનું ધામ એટલે ડાકોર.

ડાકોરની મુલાકાતે ચૈતન્ય મહાપ્રભુજી અને મીરાંબાઈ પણ આવ્યાં હતાં તેવો ઐતિહાસિક ઉલ્લેખ છે. ફાગણી પૂનમે રાજા રણછોડરાયનાં દર્શન કરવા લાખની માનવમેદની ઊમટી પડે છે. આ સિવાય પણ દર પૂનમે ખૂબ જ ભીડ હોય છે.

મારા ડાકોર વાળા તમને ઘણું આપે અને તમારું ભલું કરે એજ પ્રાર્થના 
બોલો  જય રણછોડ