About Me

સુવિચાર

1. ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે.... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર
એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

2. વિજ્ઞાન કહે છે કે જીભ પર થયેલી ઇજા ઝડપથી મટે છે,જ્યારે જ્ઞાન કહે છે કે
જીભથી થયેલી ઇજા ક્યારેય મટતી નથી.!!!

Thursday, October 14, 2010

શ્રી કૃષ્ણ શરણં મમ મંત્રનો જાદુ






શ્રી કૃષ્ણ શરણં મમ..ના અર્થની વિશેષ જાણકારી..

શ્રી…..ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ…..ના ઉચ્ચારથી સર્વ અપરાધનો નાશ થાય છે.
ષ્ણ…..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
…..ના ઉચ્ચારથી જન્મને બાળી નાખે છે.
…..ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં…..ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
…..ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
…..ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

ખોડિયાર માં નો ઈતિહાસ અને તેના ધામ





શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદતાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છેતેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.

આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.


શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ  છે. ભારત માં અંબાજીસરસ્વતીલક્ષ્મીપાર્વતીમહાકાળીખોડિયારહોલ માતાજીબહુચરગાયત્રીચામુંડાહિંગળાજ,ભવાનીભુવનેશ્વરીઆશાપુરાગાત્રાડમેલડીવિસતકનકેશ્વરીમોમાઈનાગબાઈહરસિધ્ધિમોઢેશ્વરીબુટ ભવાની,ઊમિયા, વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનાં એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિએચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં ગોહિલચુડાસમાસરવૈયાચૌહાણપરમાર શાખનાં રાજપૂતોકારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુબ્રાહ્મણચારણબારોટભરવાડહરિજન, અને રબારી કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે. જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.

શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરાવાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરાભારત માં પ્રખ્યાત છે.

વિશ્વમાં ઘણીબધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓનાં ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર માં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં

ખોડિયાર માં ના મંદિર :
ખોડિયાર મંદિર ગળધરા (ગુજરાત)
ખોડિયાર મંદિર માટેલ (ગુજરાત)
ખોડિયાર મંદિર રાજપરા (ગુજરાત)
ખોડિયાર મંદિર વરાણા (ગુજરાત)


પવિત્ર યાત્રાધામ પાવાગઢ



એક લોક કથા પ્રમાણે પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતા એક નવરાત્રિમાં નારીરુપ લઇને ગરબે ઘુમવા નીકળ્યા હતા. ત્યારે અંતિમ પતાઇ જયસિંહે માતાજી પર કુદ્રષ્ટિ કરી હતી. તે જ સમયે મહાકાળીએ તેને શાપ આપ્યો. જેના ફળરુપે થોડા સમયમાં જ ગુજરાત-અમદાવાદના રાજા મહંમદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને ગઢ પર વિજય મેળવ્યો. આ પહેવા રાવળકુળનું પતાઇ કુટુંબ અહીં રાજ કરતું હતું.આ ધામ ત્રણ શક્તિપીઠ પૈકીનું એક હોવાથી મંદિરમાં માતાજીની મૂર્તિની જગ્યાએ મુખ્ય સ્થાને ગોખની સ્થાપના કરવામાં આવી છે.
ભારતમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં ધર્મનું એક અલગ જ સ્થાન છે. અહીં પથ્થર એટલા દેવ પૂજાય છે. કારણ કે ગુજરાતની પ્રજા ખૂબ જ શ્રદ્ધાળુ અને ઇશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવનારી છે. ગુજરાતમાં અસંખ્ય ધાર્મિક સ્થાનો આવેલા છે જેમાના કેટલાક માનવ સર્જિત છે તો કેટલાકને કુદરતી માનવામાં આવે છે. 
આમાંનું એક સ્થાન છે પાવાગઢ.


પાવાગઢ મા મહાકાળીનું ધામ ગણાય છે. જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. આ સ્થાન ધાર્મિક તો છે જ તેનું ઐતિહાસિક મહત્વ પણએટલું જ છે. મહાકાળી માતાના આ ધામને ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક માનવામાં આવે છે.વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મા મહાકાળીના દર્શનાર્થે અહીં આવે છે.

વડોદરાથી અંદાજે 45 કિલોમીટર જેટલા અંતરે પાવાગઢનો ગઢ આવેલો છે. જ્યાં ઊંચે ગબ્બર પર કાળકા માતાનું મંદિર છે. મંદિર પર ચઢતા જ માર્ગમાં એક તળાવ આવેલું છે. જે દૂધિયા તળાવ તરીકે ઓળખાય છે. આમ તો મંદિર બહું મોટું નથી તેમ છતાં દરરોજ સેંકડો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે તે ભક્તોની શ્રદ્ધા આ મંદિરનું મહત્વ સમજાવે છે.

એક લોક કથા પ્રમાણે પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતા એક નવરાત્રિમાં નારીરુપ લઇને ગરબે ઘુમવા નીકળ્યા હતા. ત્યારે અંતિમ પતાઇ જયસિંહે માતાજી પર કુદ્રષ્ટિ કરી હતી. તે જ સમયે મહાકાળીએ તેને શાપ આપ્યો. જેના ફળરુપે થોડા સમયમાં જ ગુજરાત-અમદાવાદના રાજા મહંમદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને ગઢ પર વિજય મેળવ્યો. આ પહેવા રાવળકુળનું પતાઇ કુટુંબ અહીં રાજ કરતું હતું.



આ ધામ ત્રણ શક્તિપીઠ પૈકીનું એક હોવાથી મંદિરમાં માતાજીની મૂર્તિની જગ્યાએ મુખ્ય સ્થાને ગોખની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે તેની જમણી તરફ કાળકા માતાની મૂર્તિ છે. ડાબી બાજુ બહુચર માતા અને મહાલક્ષ્મીજીની મૂર્તિ છે. હજારો ભક્તો મનોકામના રાખવા અને પૂર્ણ થયેલી મનોકામનાની બાધા પૂર્ણ કરવા અહીં પધારે છે.



આ સ્થળ પ્રવાસ ધામ તરીકે પણ વિકાસ પામ્યું છે. ગઢ પર ચડવા માટે રોપ-વેની સાથે-સાથે અનેક એવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે જ્યાં પર્યટનનો લાભ મેળવી શકાય

દેવીદાસ બાપુનું પરબ નો ઈતિહાસ

દેવીદાસ બાપુનું પરબ નો ઈતિહાસ

દેવીદાસ બાપુનું પરબ

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે.

આ સમયે પ્રર્વતેલા દુષ્કાસળથી કચ્છ અને સિંધમાંથી દુકાળગ્રસ્તથ માનવ સમુદાય સૌરાષ્ટ્ર માં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્થાકન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાસને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે.
જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્થાોન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કરીએ છીએ તેમના વિષે શું લખી શકાય ? સંતોના આ જાગતા સ્થા નકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમુહજ પ્રત્યનક્ષ પ્રમાણ છે.

જૂનાગઢથી ૪૦ કીલોમીટર રોડ રસ્તે પરબનું સ્થાષન સૌરાષ્ટ્રવની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્થાપન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનનક પાસેથીજ નીકળે છે.
બિરદ અપના પાળતલ,
પૂરન કરત સબ આશ જાકો જગમેં કોઈ નહિ, તાકો દેવીદાસ
આવી પ્રચલિત લોકોક્તિના પરબના આ સ્થાકનકનું બે સૈકા પૂર્વે ચૈતન્યપ જાગતું કરનાર દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતીુ હતા. દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્માુ હતા અને તેમા લામડીધાર ઉપર તેમના બેસણા હતા.

ગિરનારજીને ફરતા પર્વતો છે તેમા ઉત્તરેથી જતા ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વત છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે તેની પાછળ લામડીધાર છે. સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષીણેથી જતા દક્ષીણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્થાામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મરણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્ચે‍ ગિરનારજી છે.

આ રમણીય પર્વત શૃંગો વચ્ચેહ થઈને હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીને ફરતી પરિક્રમા કરે છે.

આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલ જીણાબાપુની મઢીએ થતો હતો. જીણાબાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા. તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા હતા. તેમના સમકાલીન પ્યાયરાબાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલકુંડના હંસગીરીજી, મુસ્લીામ સંત નુરાસાંઈ અને જેરામભારથી વિગેરે સંતો હતા.

દેવા ભગત આ સંત મહાત્માી વચ્ચેમ શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા. આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્નચ થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત આજસે તુમ દેવીદાસ હોતે હો. તુમ એક યોજન દુરી કે પાસ જાઓ, લોગ સરભંગ ઋષિ કા આશ્રમ બતાતે હૈ વહાં પર દત્ત મહારાજકા ધુના કંઈ બર્ષો સે સુના પડા હૈ, ઉધર જાઓ ઔર સુનો સબસે બડા ધરમ યહી હૈ કી અભ્યાગગતો કી, અનાથો કી સેવા કરના. જાઓ વહાં ટુકડા રોટી દેતે રહેના.

આવા પ્રસન્નુ થયેલ ગુરૂના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખીને આ સ્થાીનકે પહોંચવા દેવા ભગતે તરતજ પ્રસ્થારન કર્યું. સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમીપે દેવીદાસબાપુ આવ્યાખ, એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્થાદનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ.

બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્યા ના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે. અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે.

સત્ ધરમને પામવા કરવા અદ્યતમ નાશ
ઘર ‘પરબ‘ પર પ્રગટયા નકલંક દેવીદાસ
અનેક યાત્રાળુઓ પરબના આ સ્થા નને વંદન કરવા આવે છે અને પ્રસાદ લ્યેી છે. સત્ દેવીદાસ અમર દેવીદાસ

Saturday, September 4, 2010

ડાકોર વાળા રણછોડજી ભગવાન નો ઇતિહાસ


પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., નડિયાદથી ૩૮ અને આણંદથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે.

ડાકોર ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્ર ગણાય છે. શેઢી નદીના કાંઠે વસેલા ડાકોરમાં ચારધામની યાત્રા બાદ રાજા રણછોડરાયનાં દર્શન કરવાનો મહિમા છે, ત્યાં સુધી ચારધામની યાત્રા અધૂરી ગણાય છે. વિક્રમ સંવત ૧૨૧૨ કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું.

ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અર્થાત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ અપભ્રંસ થઈને રણ છોડીને ભાગ્યા હોવાના કારણે પણ ‘રણછોડ’ કહેવાયા હોવાનું સૌ માને છે.

ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂ. એક લાખના ખર્ચે ઈ.સ. ૧૭૭૨માં બંધાવ્યું છે. આ મંદિર ૧૬૮ ફૂટ બાય ૧૫૧ ફૂટની ચોરસ બેસણી આકારનું, બાર રાશિ પ્રમાણે પગથિયાં સાથે બાંધેલું છે. જેને આઠ ગુંબજ અને ૨૪ મિનારા છે. સૌથી ઊંચો મિનારો ૯૦ ફૂટનો છે. આ મિનારાઓ સોનાથી મઢેલા છે.

મંદિરના પ્રવેશદ્વારે બંને બાજુ પાંચ માળની ૫૦ ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે. જેના મિનારા પણ સોનાના વરખથી મઢેલા છે. દીપમાળાઓમાં ૮૦૦ દીવાઓ એકસાથે પ્રગટાવી શકાય છે. આ મંદિરમાં રાજા રણછોડરાયની ચાર હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા છે. મંદિરમાં અનેક ઉત્સવો ઊજવાય છે. દર પૂનમે જાણે મેળા જેવો માહોલ સર્જાય છે.

પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., નડિયાદથી ૩૮ અને આણંદથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે. આ સમગ્ર વિસ્તાર કેસૂડા (ખાખરા)થી છવાયેલો હતો.

વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે ક્ષત્રિય બોડાણા હતા. વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરીને જીવન વિતાવતાં હતાં. આ દંપતીએ દ્વારિકા જતાં પગપાળા સંઘ સાથે દ્વારિકા જવાની પ્રેરણા લઈને દ્વારિકા ગયાં.

દ્વારિકાનાથની દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યાં. પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુનાં રત્નજડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારિકા જવું.

ભક્ત બોડાણો જિંદગીનાં ૭૦ વર્ષ સુધી સતત દ્વારિકા ગયા. ઘડપણમાં અસહાય બનતા પ્રભુને પ્રાર્થના કરી કે, હે દ્વારિકાધીશ ! હવે પગ કામ આપતાં નથી. આ મારો છેલ્લો ફેરો છે.

અંત સમયે દર્શન આપવા આવજો તેવી વિનંતી કરી ત્યારે ભગવાન સ્વયં બોડાણો જ્યાં સૂતો હતો ત્યાં આવ્યા અને દર્શન આપીને બોલ્યા ‘બોડાણા, તારી શ્રદ્ધાભક્તિથી પ્રસન્ન થયો છું. હવે તારે અહીં આવવું પડશે નહીં. આવતા વર્ષે હું જ તારા ગામે આવીશ. તું ગાડું લઈને આવજે. બોડાણો વેલ જોડીને બીજા વર્ષે દ્વારિકા ગયો અને પ્રભુ સ્વયં ગાડામાં બેસી ડાકોરમાં પધાર્યા. એ શ્રદ્ધા અને ભકતની અપાર ભક્તિનું ધામ એટલે ડાકોર.

ડાકોરની મુલાકાતે ચૈતન્ય મહાપ્રભુજી અને મીરાંબાઈ પણ આવ્યાં હતાં તેવો ઐતિહાસિક ઉલ્લેખ છે. ફાગણી પૂનમે રાજા રણછોડરાયનાં દર્શન કરવા લાખની માનવમેદની ઊમટી પડે છે. આ સિવાય પણ દર પૂનમે ખૂબ જ ભીડ હોય છે.

મારા ડાકોર વાળા તમને ઘણું આપે અને તમારું ભલું કરે એજ પ્રાર્થના 
બોલો  જય રણછોડ